ધોરણ 6 થી 8 પરિણામ પત્રક સી ની એક્સેલ ફાઇલ વર્ષ 2020-21
:::: NEW UPDATE 2.0 ::::
શીટમાં પત્રક F અને ધોરણ 8 માટે પત્રક G એડ કરેલ છે.
______________________________________________________________________________
આ વર્ષે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન વિષયવાર 200 ગુણને બદલે 100 ગુણમાંથી કરવાનું થાય છે જેનો ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને જાણ કરેલ છે. અહીં ધોરણ 6 થી 8 માટે ઉપયોગી એક્સેલ ફાઇલ મૂકી છે જે વિદ્યાર્થીના પરિણામ પત્રક બનાવવામાં ઉપયોગી થશે.
:: ફાઇલ ઉપયોગી સૂચના ::
1. આ ફાઇલમાં "ડેટા" નામની શીટમાં વિદ્યાર્થીઓના નામ, જન્મ તારીખ અને જ.ર.નં. લખશો એટલે બીજી બધી શીટોમાં તે આવી જશે. માત્ર એક જ વાર લખવુંં પડશે અથવા તમારી પાસે પહેલાથી જ વિદ્યાર્થીઓના ટાઇપ કરેલા હોઇ તો તે તમે સીધા અહીંં કોપી કરીને મૂકી શકો છો.
2. ત્યાર પછી શીટ "A_1" અને "A_2" માં રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિદ્યાર્થીઓના વિષયવાર 40 ગુણમાંથી મેળવેલ ગુણ ટાઇપ કરવા.
3. ત્યારબાદ શીટ "વિદ્યાર્થીઓની સહભાગિતા" માં વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન હોમ લર્નિગની ભાગીદારીને ધ્યાનમાં લઇને 20 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું તેથી ત્યાં 20 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ ટાઇપ કરવા.
આટલી માહિતી ટાઇપ કર્યા પછી શીટ "પત્રક સી"માં તમામ માહિતી, વિદ્યાર્થીના વિષયવાર અને કુલ માર્ક તથા તેમના વિષયવાર ગ્રેડ અને એકંદર ગ્રેડ પણ આવી જશે. આ શીટ A4 સાઇઝમાં હોવાથી તમે તેને પ્રિન્ટ કાઢીને ફાઇલ પણ કરી શકશો.
એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો....
Nice એક્સેલ ફાઇલ Sir..
ReplyDeleteUseful To all Tacher