Thursday, July 9, 2020

એકમ કસોટીની ગૂગલ શીટ મેળવવા માટેનું ફોર્મ

એકમ કસોટીની ગૂગલ શીટ મેળવવા માટેનું ફોર્મ  

આ ફોર્મ મે જે ઓનલાઇન એકમ કસોટીની લિન્ક શેર કરી હતી અને હવે પછી બીજા વિષય અને પાઠ ની ઓનલાઇન એકમ કસોટીની લિન્ક શેર કરીશ તેમાં તમારી શાળાના કેટલા વિદ્યાર્થીઓએ કસોટી આપી અને તેમણે કેટલા ગુણ મેળવ્યા તે તમે તમારા ફોનમાં ગૂગલ શીટમાં માહિતી મેળવવા માટે આ ફોર્મ ભરવું ....

આ ફોર્મના બીજા ફાયદા: 

1. તમારી શાળાના કેટલા વિદ્યાર્થીઓએ કસોટી આપી તે તમે ઘર        તમારા ફોનમાં જ જાણી શકશો.
2. તમારી શાળાના ક્યાં વિદ્યાર્થીને કેટલા ગુણ આવ્યા અને ક્યાં   સુધારાની જરૂર છે તે તમે ઘર બેઠા જાણી શકશો.
3. કસોટી પૂર્ણ થતાં જ આપોઆપ ચકાસણી પણ થઈ જશે.
4. તમારી શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે આ ઓનલાઇન એકમ કસોટીની લિન્ક થી કસોટી આપી હશે તે અન્ય શાળા, ગામ,તાલુકા અને જિલ્લાના વિદ્યાર્થીઓની સ્થિતિ પણ તેમ જોઈ શકશો.
5. હવે પછીની ઓનલાઇન એકમ કસોટીમાં જે તે પાઠની વિડિયો લિન્ક પણ મૂકીશ . જેથી વિદ્યાર્થીઓ પેલા વિડિયો જોવે અને પછી
 ઓનલાઇન એકમ કસોટી આપે .
6. એક એવો પણ વિચાર છે કે આવનાર ઓનલાઇન એકમ કસોટીમાં વિકલ્પોની સાથે 2 કે 3 વિવરણાત્મક પ્રશ્ન પણ મૂકું તેનો જવાબ વિદ્યાર્થીઓ પોતાની બુકમાં લખી તેનો ફોટો પાડી પોતાના શિક્ષકને whatsapp થી મોકલી આપે.

તમારા મતે ઓનલાઇન એકમ કસોટીમાં કેવો પ્રશ્નો રાખી શકાય તે અંગે કોઈ વિચાર હોય તો જાણ કરશો એટલે આગળ ની એકમ કસોટી માં તે ઉમેરવાની કોશિશ કરીશ. તમારા સૂચનો આવકાર્ય છે.
અને તમને હું જે ગૂગલ શીટ ની લિન્ક શેર કરીશ તે સૌપ્રથમ તમારા જીમેલ પર આવશે ત્યાથી એકવાર ઓપન કરી લેશો પછી તમારા ફોનમાં Google Sheet એપ માં આપો આપો એડ થઈ જાશે એટલે તમારી વારેવારે જીમેલ ઓપન કરવું નહિ પડે.


ગૂગલ ફોર્મ ની લિંક નીચે આપેલ છે ...
https://forms.gle/yzLZECPtrXaRt4e97


::::::: નોંધ :::::::

હું જે ગૂગલ શીટની લિન્ક શેર કરીશ તેમાં મે જે ઓનલાઇન એકમ કસોટી બનાવી હશે અને તે એકમ કસોટી થી વિદ્યાર્થીએ જવાબ સબમિટ કરેલ હશે તેની જ માહિતી બતાવશે. સાથે સાથે આ લિન્ક ગુજરાત રાજ્યના જુદા જુદા ગામ, તાલુકા અને જિલ્લા ના વિદ્યાર્થીઓ આપતા હશે એટલે તમારે તમારી શાળાના વિદ્યાર્થીઓ શોધવા તમારે ગૂગલ શીટ માં ફિલ્ટર મૂકવું પડશે જેથી તમે તમારી શાળા ના વિદ્યાર્થીઓને સરળતાથી શોધી શકશો.  

No comments:

Post a Comment