નમસ્તે મિત્રો,
હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો
છે ત્યારે વિદ્યાર્થીઓ ઘરે રહીને હોમલર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ડીડી ગિરનાર, યુ ટ્યુબ ચેનલ , વર્ચ્યુયલ ક્લાસરૂમ દ્વારા અભ્યાસ કરી
રહ્યા છે. આ સમયમાં વિદ્યાર્થીઓએ હોમલર્નિગ દ્વારા કેટલું ગ્રહણ કર્યા તે જાણવું ઘણું
કઠિન સાબિત થાય છે. કેમ કે એક શિક્ષક પોતાના વર્ગના તેમજ તે જે વર્ગમાં તાસ લેવા જાય
છે તે બધા બાળકોને આ સમયે યોગ્ય ન્યાય આપી શકતો નથી. આ સમયે વિદ્યાર્થીઓએ જાતે જ પોતે
કેટલું શીખ્યા તે જાણી શકે તે માટે ગૂગલ ફોર્મઘણું જ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. વિદ્યાર્થીઓ
હોમલર્નિગ, યુ ટ્યૂબ પરથી જે પાઠ ભણ્યા હોય તે પાઠની એકમ કસોટી
તૈયાર કરી ને તેની લિન્ક વિદ્યાર્થીઓને શેર કરી શકાય જેથી વિદ્યાર્થીઓ જાતે જ પોતાનું
મૂલ્યાંકન કરી શકે અને પોતાના અભ્યાસમાં ક્યાં કચાશ છે તે જાણી શકે અને પોતાના શિક્ષક
પાસેથી તે કચાશ દૂર કરવા સલાહ લઈ શકે.
તેથી જ અહી નીચે
આપેલ લિન્કમાં ધોરણ 7 ગુજરાતી સેમ 1 પાઠ 1 મેળામાં ( ચિત્રપાઠ) ની એકમ કસોટી આપવામાં
આવી છે. તેમાં વિદ્યાર્થીઓ માટે 15 પ્રશ્નો અને 15 ગુણના વિકલ્પો આપવામાં આવ્યા છે.
એકમ કસોટી પૂર્ણ થતાં જ તેનું પરિણામ પણ તરત જ બતાવી દેશે. અને જે પ્રશ્નો જવાબ ખોટા
હશે તેના સાચા જવાબ પણ બતાવી દેશે. જેથી વિદ્યાર્થીઓએ ક્યાં ભૂલ કરી હતી તે તેમણે પણ
તરત જ ખબર પડી જશે.
::::::::: એકમ કસોટીની લિન્ક :::::::::::::::::
કસોટીમાં કોઈ સુધારો
કરવા જેવો હોય તો મને જાણ કરશો. અને આ કસોટીમાં બીજું શું ઉમેરી શકાય કે જેથી વિદ્યાર્થીઓ
તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે તેવો કોઈ વિચાર તમારા મનમાં હોય તો મને જાણ કરશો
એટલે આવતી એકમ કસોટીમાં ઉમેરીશું. તમારો અભિપ્રાય આવકાર્ય રહેશે. તમે મને નીચેના નંબર
પર કોલ કે WHATSAPP કરી શકો છો .
મો. 9924912613
No comments:
Post a Comment